Sunday, October 6, 2019

SHREE BHAVANISHANKAR VYAS

 MOTA DAHISARA

                            શ્રી ભવાનીશંકર વ્યાસ
              SHREE BHAVANISHAKAR VYAS
        
                           MOTA DAHISARA

                            શ્રી ભવાનીશંકર વ્યાસ

Shree Mohanlal Manishankar Vyas (oriya)- kuntasi

       
 SHREE MOHANLAL MANISHANKAR VYAS

         - KUNTASI ( MOTA DAHISARA)

                      શ્રી મોહનલાલ વ્યાસ - કુંતાસી
      
    
     SHREE RATILAL MANISHANKAR VYAS 

                           MOTA DAHISARA

                                શ્રી રતિલાલ વ્યાસ
          
           SHREE  KARUNASHANKAR VYAS

                        MOTA DAHINSARA

                             શ્રી કરૂણાશંકર વ્યાસ
                     



                                  SHREE MOHAMLAL MANISHANKAR VYAS (ORIYA)
                                                  KUNTASI (MOTA DAHISARA)








વ્યાસ પરીવાર (મોટા દહીંસરા / કુંતાસી)



Ø પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મબહુરુપીમાં શ્રી ભવાનીશંકર વ્યાસે ગાયક અને સંગીતકારની ભુમિકા ભજવી હતી.

Ø બહુરુપી  ફિલ્મમાં ગઝલ સમ્રાટ શ્રી જગજિતસિહ, સંગીતકાર અજીત મર્ચન્ટ, અભિનેત્રી લક્ષ્મી છાયા, કવિ વિષ્ણુભાઇ પુરોહિત સાથે કામ કર્યું હતુ. ફિલ્મને સાત એવોર્ડ મળ્યા હતા.

બહુરુપી ફિલ્મમાં ગઝલ સમ્રાટ શ્રી જગજિતસિહ સાથે શ્રી ભવાનીશંકર વ્યાસ

Ø  બહુરુપી ફિલ્મમાં ગઝલ સમ્રાટ શ્રી જગજિતસિહનું ફસ્ટ બ્રેક હતું- “લાગી રામ ભજનની લગની
Ø  શ્રી ભવાનીશંકર વ્યાસે બહુરુપી  ફિલ્મમાં ભવાઇ ગીતો ગાયા છે અને સંગીત આપ્યું છે. તેમણે બહુરુપી માં આનંદકુમાર સી. સાથે પણ ગીતો ગાયા છે.

Ø પ્રથમ ગુજરાતી કલા ફિલ્મબહુરુપીમાં ગાયક અને સંગીતકારની ભુમિકા નિભાવી. ફિલ્મમાં  ગઝલ સમ્રાટ જગજીતસિંહનો ફસ્ટ બ્રેક હતો. અને અજીતમર્ચન્ટ સાહેબનું સંગીત હતું.  લક્ષ્મી છાયાનો અભિનય હતો.

Ø કાનજી ભૂટા બારોટની ઘરે જ્યારે ડાયરાનું આયોજન થયું ત્યારે શ્રી ભવાનીશંકર વ્યાસે ત્યાં વાર્તા કહી હતી તે વાર્તા સાંભળેને શ્રોતાઓ ડોલવા માંડ્યા હતા. કાનજી ભૂટા બારોટે શ્રી ભવાનીશંકર વ્યાસને કહ્યુ કે ભવાનીશંકર તમે વાર્તા આગવી શૈલીમાં કહો છો તો ભવાઇ છોડીને વાર્તાકાર- સાહિત્યકાર તરીકે આગળ આવો. ત્યારે શ્રી ભવાનીશંકર વ્યાસે કહ્યું કે ભવાઇ મારી માં છે તેને હું છોડુ.


Ø શ્રી ભવાનીશંકર વ્યાસ અને તેમના ત્રણેય ભાઇઓ (મોહનલાલ વ્યાસ, રતિલાલ વ્યાસ અને કરૂણાશંકર વ્યાસ) સૌરાષ્ટ્ર ભવાઇ મંડળ સાથે ૧૯૭૭ માં ૧૧માં કલા મહોત્સવમાં શિરાઝ જવાનુ થયુ ત્યારે વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ શ્રી ભવાનીશંકર વ્યાસને તાર મોકલ્યો કે ભવાની શંકર ભારતનું નામ રોશન કરજો. ત્યારે શ્રી ભવાનીશંકર વ્યાસે પ્રત્યુતરમાં કહ્યું કે જેવી માતાજી ની ઇચ્છા. અને સાચે ભવાઇએ મહોત્સવમાં બધાનું મન મોહી લીધુ. અને ભારતનું નામ વિશ્વમાં ગુંજ્યું.

Ø શ્રી ભવાનીશંકર વ્યાસે તેમના ત્રણેયભાઇઓ (મોહનલાલ વ્યાસ, રતિલાલ વ્યાસ અને કરૂણાશંકર વ્યાસ) સાથે આઇ. એન. ટી. મુંબઇ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, રાજકોટ આયોજીત સરવડ ભવાઇ મંડળ અમૃત-મહોત્સવ તા. ૧૦-૦૫-૧૯૭૯ થી ૧૬-૦૫-૧૯૭૯માં ભાગ ભજવ્યો હતો.

Ø શ્રી મોહનલાલ મણીશંકર વ્યાસ(ઓરીયા) સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી પ્રયોજિતભક્તિ સંગીત મહોત્સવ”, સોમનાથ મંદિર, ૧૯૮૧માં સરવડ ભવાઇ મંડળ સાથે ભવાઇ ભજવી હતી.

Ø શ્રી ભવાનીશંકર વ્યાસ અને શ્રી કરૂણાશંકર વ્યાસ(ઓરીયા) લંડન માં ભવાઇ ભજવી ભારતનું નામ રોશન કર્યુ હતુ.

Ø અપના ઉત્સવન્યુ દિલ્હી માં નવેમ્બર ૦૮ થી ૨૬, ૧૯૮૬માં શ્રી ભવાનીશંકર વ્યાસ, મોહનલાલ વ્યાસ, રતિલાલ વ્યાસ અને કરૂણાશંકર વ્યાસ ચારેય ભાઇઓએ લોકભવાઇ ભજવી ગુજરાતનું  નામ રોશન કર્યું.


Ø આમ, શ્રી ભવાનીશંકર વ્યાસ, મોહનલાલ વ્યાસ, રતિલાલ વ્યાસ અને કરૂણાશંકર વ્યાસ ચારેય ભાઇઓએ ઇરાન, ઇરાક, તહેરાન, શિરાઝ અને લંડન ની ધરતી ઉપર લોકભવાઇ ભજવી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું.     


                                       પરેશ વ્યાસ (ઓરીયા)
                                                   (કુંતાસી)